Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: ઉધનાથી ગુમ થયેલા 3 બાળકો મુંબઇથી મળી આવ્યાં

શહેરના ઉધના વિસ્તારમાંથી ગઈ કાલે 3 બાળકો ગુમ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉધનાથી ધ્રુવ, શિવમ અને સત્યમ નામના બાળકો ગુમ થયા હતાં. જો કે રાહતની વાત એ છે કે આ ગુમ થયેલા બાળકો મુંબઇના બોરીવલીથી મળી આવ્યાં છે. જેને લઈને ઉધના પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

સુરત: ઉધનાથી ગુમ થયેલા 3 બાળકો મુંબઇથી મળી આવ્યાં

ચેતન પટેલ, સુરત: શહેરના ઉધના વિસ્તારમાંથી ગઈ કાલે 3 બાળકો ગુમ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉધનાથી ધ્રુવ, શિવમ અને સત્યમ નામના બાળકો ગુમ થયા હતાં. જો કે રાહતની વાત એ છે કે આ ગુમ થયેલા બાળકો મુંબઇના બોરીવલીથી મળી આવ્યાં છે. જેને લઈને ઉધના પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

fallbacks

VIDEO: યુવા ધન 'સફેદ નશા' ના રવાડે, ટાબરીયાઓથી માંડીને યુવક યુવતીઓ નશાની ચુંગલમાં

મળતી માહિતી મુજબ ગુમ થયેલા બાળકોના સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં. જેને લઈને ઉધના પોલીસે બાળકોની શોધખોળ શરૂ કરી હતી. બાળકો ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતાં. બે અલગ અલગ પરિવારના ત્રણેય બાળકો ઘરેથી નીકળ્યા બાદ બોરીવલી સ્ટેશન પોહચી ગયા હતાં. પરિવારજનો દ્વારા તાત્કાલિક ઉધના પોલીસને જાણ કરાતાં પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી હતી.

વિધાનસભા કૂચ: કોંગ્રેસનો આક્ષેપ, કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે રાજ્ય સરકારે સરમુખત્યારશાહીનો ઉપયોગ કર્યો

જ્યાં ઉધના રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરાતા બાળકો ટ્રેન મારફતે ગયા હોવાની હકીકત જાણવા મળી હતી. ઉધના પોલીસના માણસો દ્વારા તાત્કાલિક મુંબઈ જઇ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જ્યાં બોરીવલી પોલીસનો સંપર્ક સાંધતા બોરીવલી સ્ટેશન પરથી બાળકો મળી આવ્યા હતા.

જુઓ LIVE TV

પોલીસની એક ટીમે મુંબઈના બોરીવલી જઇ બાળકોનો કબજો મેળવ્યો હતો. ત્રણેય બાળકો સહીસલામત મળી આવતા ઉધના પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસની કામગીરીનો પરિવારજનોએ આભાર માન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More